માંગ ઉઠી:કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈનની સફાઈ કરો
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડથી કર્મભૂમિ સોસાયટી તેમજ યશ બંગ્લોઝથી કેનાલ રોડ સુધીના વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી સ્ટ્રોમ વોટર લાઈનની લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું હોવા છતાં પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણીના નિકાલ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્ટ્રોમ વોટર લાઈન સાથે જોડાયેલી અનેક ચેમ્બરોમાં માટી,રેત અને કચરો ભરાઈ ગયો છે. પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેવી સ્થિતિ રહી નથી.અનેક સ્થળોએ ચેમ્બરો સંપૂર્ણપણે ચોકપ થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે.સરકાર અને નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ મહત્વપૂર્ણ સુવિધા જાળવણીના અભાવે બિનઉપયોગી બનવાની કગાર પર પહોંચી ગઈ છે. જો ચોમાસા પહેલાં તાત્કાલિક સફાઈ કરવામાં નહીં આવે તો ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.સ્ટ્રોમ વોટર લાઈન અને તેની ચેમ્બરોની તાત્કાલિક સફાઈ કરાવી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ નગરપાલિકામાં કરવામાં આવી છે.
Read Original Article →