ચંદ્રુમાણા પંચાયતે વિકાસના કામો શરૂ કર્યા:અનેક વિસ્તારોમાં પાણી, ગટર, બ્લોક પેવિંગ, સીસી રોડ બનશે

Gujarat5/23/2026, 1:08:14 PM
ચંદ્રુમાણા પંચાયતે વિકાસના કામો શરૂ કર્યા:અનેક વિસ્તારોમાં પાણી, ગટર, બ્લોક પેવિંગ, સીસી રોડ બનશે
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. આ કામોમાં વંચિત વિસ્તારોમાં નવીન પાણીની લાઈન, ગટર લાઈન, બ્લોક પેવિંગ અને સીસી રોડના નિર્માણનો સમાવેશ થાય છે. આનાથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છે. ચંદ્રુમાણા ગ્રામ પંચાયતના સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ ચૂંટાયા બાદ તાત્કાલિક ધોરણે પ્રાથમિક કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સુવિધા પથના રૂટ પર નવીન ગટર અને પાણીની લાઈન નાખવામાં આવી હતી. હાલમાં વિવિધ વંચિત વિસ્તારોમાં પાણીની લાઈન, બ્લોક પેવિંગ, ગટર લાઈન અને રોડ રસ્તાના કામો પ્રગતિમાં છે. કોન્ટ્રાક્ટર લાલાભાઈ જોષીની ટીમ દ્વારા અમૃતભાઈ દેસાઈના ઘર પાસેથી ગોગાવાળા વાસ સુધી પીવાના પાણીની લાઈન નાખી રોડનું કામ કરાશે. બસ સ્ટેશન વિસ્તારમાં સુવિધા પથની આજુબાજુ બ્લોક પેવિંગની કામગીરી ચાલી રહી છે. ગૌરી માતા મંદિર તરફના ગેટથી અંદરના રસ્તા પર પણ બ્લોક પેવિંગનું કામ થશે. લીમડી ચોકમાં રવાજી કાળાજીના ઘરથી સિકોતર માતાના ચોક સુધી સીસી રોડનું નિર્માણ શરૂ કરાયું છે. સરપંચ કાજલબેન વ્યાસે જણાવ્યું હતું કે, અન્ય વિસ્તારોના કામો પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. તેમણે પાટણ તાલુકા પંચાયતમાં મહિલા શક્તિને તમામ હોદ્દા પર બાગડોર સોંપવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ગામના ડેલિકેટ મિત્તલબેન અમૃતભાઈ દેસાઈ ઉપપ્રમુખ પદે નિયુક્ત થતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Read Original Article →