ચંદ્રુમાણા ગામે સિકોતર માતાની ચૈત્રી રમેલ યોજાઈ:આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી

Gujarat4/13/2026, 4:10:09 AM
ચંદ્રુમાણા ગામે સિકોતર માતાની ચૈત્રી રમેલ યોજાઈ:આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રામજી મંદિર મહોલ્લામાં ચંદ્રુમાણીયા પટેલ પરિવારો દ્વારા ચૈત્ર માસ નિમિત્તે શ્રી સિકોતર માતાની રમેલનું આયોજન શનિવારે રાત્રે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ચંદ્રુમાણા ગામમાં આયરોનો વસવાટ ન હોવા છતાં, જૂના સમયમાં તેમનો વસવાટ હોવાનું મનાય છે. અહીં આયરોના સમયથી શ્રી સિકોતર માતાજી બિરાજમાન છે, જેમની પટેલ પરિવાર દ્વારા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક પૂજા-ભક્તિ કરવામાં આવે છે. રમેલ દરમિયાન માતાજીની ધૂણ ગાદીએથી ઉપાસકોએ સૌને એકબીજા સાથે માળાના મણકાની જેમ જોડાઈ રહેવા અને ખોટા કામોથી દૂર રહેવાનો બોધપાઠ આપ્યો હતો. સિકોતર માતાના ઉપાસક રતિલાલ પટેલ, નાથબાઈ માતાના ઉપાસક સનાજી દરબાર, ભોગીલાલ પ્રજાપતિ, અંકિતભાઈ પટેલ સહિત અન્ય શક્તિ ઉપાસકોએ ઉપસ્થિત ભક્તોને કુશળ મંગળના આશીર્વાદ પાઠવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો અને પટેલ પરિવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લીધા હતા. જેમાં રમેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, મહાદેવભાઇ દેસાઈ, દયાળજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મૂળજીભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ સહિત અનેક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.
Read Original Article →