ચંદ્રુમાણામાં 14 દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાઈ:આરોગ્ય કેન્દ્ર દ્વારા 27 દીકરીઓનો સર્વે કરી નોંધણી કરાઈ

Gujarat4/7/2026, 10:18:04 AM
ચંદ્રુમાણામાં 14 દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાઈ:આરોગ્ય કેન્દ્ર દ્વારા 27 દીકરીઓનો સર્વે કરી નોંધણી કરાઈ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા 14 થી 15 વર્ષની 14 દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાન હાલ ચાલુ છે. આરોગ્ય કેન્દ્રના સીએચઓ મમતાબેન પરમાર, મહિલા આરોગ્ય કાર્યકર સરોજબેન ઠાકોર, આરોગ્ય કાર્યકર મહેશભાઈ પ્રજાપતિ અને આશા બહેનો પદ્માબેન વ્યાસ, વીરીબેન રાવલ, આશાબેન ચાવડા, મંજુલાબેન વાઘેલા દ્વારા ગામમાં રસીકરણ માટે પાત્ર દીકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 27 દીકરીઓની નોંધણી થઈ હતી. નોંધાયેલી 27 દીકરીઓમાંથી 14 દીકરીઓને કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને મેડિકલ ઓફિસર રશ્મિકાબેન પટેલની ઉપસ્થિતિમાં રસી આપવામાં આવી હતી. બાકીની 13 દીકરીઓના પરિવારજનોને રસીકરણ માટે સમજાવવામાં આવી રહ્યા છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફે જણાવ્યું હતું કે, બાકી રહેલી દીકરીઓનું પણ ટૂંક સમયમાં રસીકરણ થાય તે માટે પ્રયાસો ચાલુ છે.
Read Original Article →