ચંદ્રુમાણામાં રાવળ પરિવારના કુળદેવી ચેહરમાતાની રમેલ યોજાઈ:ઉપાસકોએ ભક્તોને સાચા માર્ગે જીવન જીવવા આશીર્વાદ આપ્યા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના જૂની ડેરીવાસમાં આવેલા રાવળ પરિવારના કુળદેવી શ્રી ચેહર માતાના મંદિરે શુક્રવારે રાત્રે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ અને બહારગામથી મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપાસકોએ વિવિધ દેવીઓનું આહવાન કરીને ગાદી પરથી ભક્તોને જીવનમાં શ્રદ્ધા જાળવી રાખવા અને સાચા માર્ગે જીવન જીવવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ રમેલ મહોત્સવ રાવળ સમાજના અમથીબેન ગાંડાભાઈની દીકરી ટીનીબેન કડવાભાઈ અંબાલાલના યજમાન પદે યોજાયો હતો. જેમાં ભગાભાઈ, રમેશભાઈ, છનાભાઈ, પીન્ટુભાઇ, રાહુલભાઈ સહિતના માતાજીના ઉપાસકો અને અન્ય ભુવાજીઓ માતાજીનું આહવાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપાસકોનું શાલ ઓઢાડીને અને પુષ્પવર્ષા કરીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ચાણસ્માના કલાકાર અજયભાઈએ રમેલની ગાથાનું ગાન કર્યું હતું.
Read Original Article →