સરકારી યુવતીની ઓફિસમાં છેડતી, ફરજમાં રૂકાવટ:સાથી કર્મચારી સામે BNS હેઠળ ચાણસ્મામાં ગુનો દાખલ

Gujarat5/19/2026, 1:17:24 PM
સરકારી યુવતીની ઓફિસમાં છેડતી, ફરજમાં રૂકાવટ:સાથી કર્મચારી સામે BNS હેઠળ ચાણસ્મામાં ગુનો દાખલ
ચાણસ્મામાં એક સરકારી કચેરીમાં ફરજ બજાવતી ૨૫ વર્ષીય મહિલા કર્મચારીની છેડતી અને તેમની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ સાથી કર્મચારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચાણસ્મા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૫(૨), ૭૮(૨) અને ૧૩૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી મહિલા કર્મચારી પોતાની ઓફિસમાં સરકારી ફરજ પર હાજર હતા. તે સમયે સાથી કર્મચારી આરોપીએ તેમની એકલતાનો લાભ લીધો હતો. આરોપી ફરિયાદીની ઓફિસમાં પ્રવેશ કરી તેમની નજીક બેસી ગયો હતો અને અડપલાં કરવા લાગ્યો હતો. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી યુવતીનો પીછો પણ કર્યો હતો. ફરિયાદી રાજ્ય સેવક હોવા છતાં, આરોપીએ તેમને પોતાની કાયદેસરની ફરજ બજાવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગુનાહિત બળ વાપરીને અડચણ ઊભી કરી હતી. ચાણસ્મા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Read Original Article →