રાણકી વાવમાં તકતીમાં મોટી ભૂલ:ભીમદેવ પ્રથમએ મૂળરાજના વંશજ, પુત્ર બતાવ્યા !

Gujarat6/10/2026, 12:00:00 AM
રાણકી વાવમાં તકતીમાં મોટી ભૂલ:ભીમદેવ પ્રથમએ મૂળરાજના વંશજ, પુત્ર બતાવ્યા !
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણકી વાવ’ ના પ્રવેશદ્વાર પર પુરાતત્વ વિભાગ દ્વારા લગાવાયેલી હિન્દી માહિતી વાળી તકતીમાં ઇતિહાસના વર્ણનમાં ઐતિહાસિક ભૂલ સામે આવી છે. હિન્દી તકતીમાં વાવનું નિર્માણ કરાવનાર રાજા ભીમદેવ પ્રથમ પરમપ્રતાપી શાસક મૂળરાજના ''પુત્ર'' હોવાનો ઉલ્લેખ કરાયો છે. વાસ્તવિક ઇતિહાસ મુજબ, ભીમદેવ પ્રથમ એ મૂળરાજના પુત્ર નહીં પરંતુ વંશજ હતા. ગુજરાતી અને અંગ્રેજી તકતીઓમાં આ માહિતી સાચી લખાઈ છે, પરંતુ માત્ર હિન્દી તકતીની આ ખામીને કારણે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓમાં ખોટો સંદેશ જતો હોવાથી પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે દિલ્હી ASIના ડાયરેક્ટર જનરલને પત્ર લખીને આ ભૂલ તાકીદે સુધારવા અને રજૂઆત કરી છે.
Read Original Article →