હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ:BCIએ 2026-27થી LL.Bની 120 અને B.Com-LL.B ઇન્ટિગ્રેટેડ કોર્સની 60 બેઠકની મંજૂરી આપી

Gujarat6/6/2026, 11:16:51 AM
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ:BCIએ 2026-27થી LL.Bની 120 અને B.Com-LL.B ઇન્ટિગ્રેટેડ કોર્સની 60 બેઠકની મંજૂરી આપી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કાયદા વિભાગને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) દ્વારા મોટી સફળતા મળી છે. યુનિવર્સિટીને શૈક્ષણિક વર્ષ 2026-2027થી LL.B (3 વર્ષ) અને B.Com LL.B ઇન્ટિગ્રેટેડ (5 વર્ષ) અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.BCI તરફથી મળેલી આ સત્તાવાર મંજૂરી અંતર્ગત, યુનિવર્સિટી LL.B (3 વર્ષ) અભ્યાસક્રમ માટે 120 બેઠકો અને B.Com LL.B ઇન્ટિગ્રેટેડ (5 વર્ષ) અભ્યાસક્રમ માટે 60 બેઠકો પર પ્રવેશ આપી શકશે. B.Com LL.B ઇન્ટિગ્રેટેડ કોર્સ યુનિવર્સિટીના ઇતિહાસમાં B.Com LL.B ઇન્ટિગ્રેટેડ કોર્સ પ્રથમ વખત શરૂ થઈ રહ્યો છે. આ કોર્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ કાયદાનું ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાની ઉત્તમ તક પૂરી પાડશે. તે તેમને કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવામાં મદદરૂપ થશે.યુનિવર્સિટીના કાયદા વિભાગ પાસે આધુનિક શિક્ષણ વ્યવસ્થા, અનુભવી અધ્યાપકો, સમૃદ્ધ લાયબ્રેરી, ડિજિટલ લર્નિંગ, મૂટ કોર્ટ, સંશોધન પ્રવૃત્તિઓ અને કમ્પ્યુટર લેબ જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું કાનૂની શિક્ષણ મળી રહેશે અને તેમનો સર્વાંગી વિકાસ થશે. ધો-12 પાસ કરનારને ઇન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ સીધા જ B.Com LL.B ઇન્ટિગ્રેટેડ (5 વર્ષ) કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. ત્યારબાદ તેઓ આ જ વિભાગમાં LL.M સુધીનો અભ્યાસ કરી વાણિજ્ય અને કાયદાના સંકલિત શિક્ષણ દ્વારા અનુસ્નાતક કક્ષાએ કારકિર્દી બનાવી શકશે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ LL.B (3 વર્ષ) કોર્સમાં પ્રવેશ મેળવીને LL.M કરી કાયદાના ક્ષેત્રમાં આગળ વધી શકશે. કાયદાનું ઉચ્ચ શિક્ષણ આ સ્થાનિક સુવિધાના કારણે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને કાયદાના ઉચ્ચ શિક્ષણ માટે અન્ય મોટા શહેરો તરફ સ્થળાંતર કરવાની જરૂરિયાત રહેશે નહીં. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે વકીલાત, ન્યાયતંત્ર, કોર્પોરેટ કાયદા, બેન્કિંગ, વીમા, કરવેરા, લીગલ એડવાઈઝર, સરકારી સેવાઓ અને ન્યાયિક સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારીની અનેક તકો ઉપલબ્ધ બનશે. ઇન્ટિગ્રેટેડ કોર્સની ખાસિયત B.Com LL.B ઇન્ટિગ્રેટેડ કોર્સ ખાસ કરીને કોર્પોરેટ અને કોમર્શિયલ કાયદાના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિશેષ ઉપયોગી સાબિત થશે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું આ પગલું વિદ્યાર્થીઓને તેમના જ વિસ્તારમાં વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દિશામાં મહત્વપૂર્ણ છે. યુનિવર્સિટી આગામી સમયમાં પણ કાયદા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્ય ચાલુ રાખશે.
Read Original Article →