બેઠકમાં નિર્ણય:પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી ન લેનારી મહેસાણાની 6 સહિત ઉ.ગુ.ની 10 કોલેજોના જોડાણ રદ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વગર અને યુનિવર્સિટીના ધારાધોરણોને નેવે મૂકીને ચાલતી મહેસાણાની 6, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની 2-2 સહિત ઉત્તર ગુજરાતની 10 કોલેજો સામે આખરે શરતી જોડાણ રદ કરવાનો નિર્ણય મેનેજમેન્ટ ઓફ બોર્ડની બેઠકમાં કરાયો છે. યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજોને કોર્ઝલ પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવા જરૂરી વિગતો પૂરી પાડવા વારંવાર પત્ર વ્યવહાર કરાયો હતો. આમ છતાં, આ 10 કોલેજોના પેટનું પાણી હલ્યું ન હતું. યુનિવર્સિટી પ્રશાસને અંતિમ તક આપી બે વખત કોલેજ સત્તાધીશોને રૂબરૂ બોલાવીને પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરી હોવા છતાં આ સંસ્થાઓએ કોઈ જ સકારાત્મક પ્રક્રિયા કરી ન હતી. ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ આડોડાઈ સામે કુલપતિએ આ કોલેજોનું જોડાણ આગામી નવા શૈક્ષણિક વર્ષથી સમાપ્ત કરવાનો આખરી નિર્ણય લીધો છે. જેથી આગામી સમયમાં આ કોલેજો પ્રવેશ આપી શકશે નહીં, જેના કારણે કોલેજો બંધ કરવી પડશે.
Read Original Article →