પાટણમાં લાઈટો બંધ હોવાની રોજની 5 ફરિયાદો:ફરિયાદ નોંધાવ્યા બાદ નિકાલ નહીં થતાં ઉપપ્રમુખને રજૂઆત
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.આથી પાલિકામાં રજૂઆત કરાઈ હતી. શહેરમાં અંધારપટના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે સોમવારે પાટણ નગરપાલિકા ખાતે વિવિધ વોર્ડના નાગરિકો સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના પ્રશ્નો લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પ્રજાની મુશ્કેલીને ધ્યાને લઈ પાટણ પાલિકા ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલએ તાત્કાલિક એક્શન લઈ સ્ટ્રીટ લાઈટ વિભાગના ક્લાર્કને ચેમ્બરમાં બોલાવ્યા હતા અને નાગરિકોની હાજરીમાં જ તેમના વિસ્તારની કમ્પ્લેન તાત્કાલિક સોલ્વ કરવા માટે કડક સૂચના આપી હતી. પાટણના જુદા જુદા વિસ્તારોમાંથી રોજની સરેરાશ ૫થી વધુ લેખિત અને મૌખિક ફરિયાદો સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગેની આવે છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે લાઈટો ચાલુ થવી અનિવાર્ય છે. આમ છતાં, પાલિકાના લાઈટ વિભાગ દ્વારા યોગ્ય મટીરિયલ કે સ્ટાફના બહાના હેઠળ કામગીરીમાં ઢીલ રાખવામાં આવતી હોવાનો ગણગણાટ ખુદ ગર પાલિકા કેમ્પસમાં સાંભળવા મળ્યો હતો.
Read Original Article →