સિવિલમાં કેસ નોંધાયા:સિવિલમાં સપ્તાહમાં શ્વાન કરડવાના 134 કેસ નોંધાયા

Gujarat5/17/2026, 12:00:00 AM
મે મહિનાની શરૂઆત થતાં જ પાટણમાં પારો આસમાને પહોંચ્યો છે.જેની સીધી અસર જનજીવન અને આરોગ્ય પર જોવા મળી રહી છે.જેમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.સિવિલમાં 134 કેસ નોંધાયા છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં મેના પ્રથમ સપ્તાહમાં જ 2500 થી વધુ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી છે.ગરમીના કારણે રોગચાળો વકરતા અને રખડતા શ્વાનનો આતંક વધતા હોસ્પિટલના તમામ વિભાગો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.માત્ર એક સપ્તાહમાં જ શ્વાન કરડવાના 134 કેસ નોંધાયા છે.જેમને તાત્કાલિક ઈન્જેક્શન અને સારવાર આપવામાં આવી હતી.આ સિવાય કાળઝાળ ગરમીના કારણે શરદી-ખાંસી અને તાવના 104 તેમજ ડાયેરિયાના 44 કેસ પ્રકાશમાં આવ્યા છે.​ હાલમાં સિવિલમાં 64 દર્દીઓ ઇન્ડોર તરીકે સારવાર હેઠળ છે.જ્યારે 29 નવા દર્દીઓને દાખલ કરાયા છે.બીજી તરફ ગાયનેક વિભાગમાં છેલ્લા 15 દિવસમાં 51 ડિલિવરી નોંધાતાં મેડિકલ સ્ટાફ પર કામનું ભારણ વધ્યું છે.
Read Original Article →