ભાસ્કર બ્રેકિંગ:ઉત્તર ગુજરાતની 50 ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનોની 10 હજાર બેઠકો રદ

Gujarat5/12/2026, 1:23:04 AM
ભાસ્કર બ્રેકિંગ:ઉત્તર ગુજરાતની 50 ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનોની 10 હજાર બેઠકો રદ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2026 -27 માટે લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણય લેવાયો છે. જેમાં ઉત્તર ગુજરાતની અંદાજે 50 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ (SF) ડિવિઝનોની અંદાજે 10 હજાર જેટલી બેઠકો રદ કરી દેવામાં આવી છે. ગ્રાન્ટેડ કોલેજો હવે માત્ર સરકાર દ્વારા મંજૂર કરેલી બેઠકો ઉપર જ પ્રવેશ પ્રક્રિયા કરી શકશે. યુનિવર્સિટી દ્વારા સરકારની સૂચના મુજબ પરિપત્ર કરી કોલેજોને આદેશ કરવામાં આવ્યો છે જેમાં હવેથી ગ્રાન્ટેડ કોલેજોએ માત્ર તેમના મૂળ મંજૂર થયેલા સરકારી ડિવિઝનો પર જ પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે. લાંબા સમયથી સરકારની સૈદ્ધાંતિક મંજૂરી વગર ગ્રાન્ટેડ કોલેજોમાં સ્ટાફની અછત અને સુવિધાઓના અભાવ હોવા છતાં વધારાના સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનો ચલાવવામાં આવતા હતા, જેના પર હવે યુનિવર્સિટીએ લાલ આંખ કરી છે. યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આર્ટસ, કોમર્સ, સાયન્સ અને રૂરલ સ્ટડીઝની કુલ 72 કોલેજો (એન્ટ્રી મુજબ) માટે બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં આર્ટસમાં સેક્શન દીઠ 130 અને સાયન્સમાં 120 બેઠકોની ક્ષમતા રાખવામાં આવી છે. આ બેઠકોમાં વધારાની 10% EWS બેઠકો ઉમેરીને પ્રવેશ પ્રક્રિયાની સૂચના અપાઈ છે. જોકે, જે કોલેજો ગ્રાન્ટેડ હોવા છતાં વધારાના સેલ્ફ ફાઇનાન્સ ક્લાસ ચલાવતી હતી, તેમને આ વખતે મંજૂરી અપાઈ નથી. એકસપર્ટ વ્યૂ | બેઠકો રદ થતાં ઓછા ટકા વાળા છાત્રોને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ લેવો મુશ્કેલ થશે શિક્ષણ જગતના નિષ્ણાતોના મતે, સેલ્ફ ફાઇનાન્સની 10 હજાર બેઠકો રદ થવાથી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળશે. મેરિટ ઊંચું જવાની શક્યતા છે અને જે વિદ્યાર્થીઓ ઓછા ટકાવારીને કારણે ગ્રાન્ટેડ કોલેજમાં SF બેઠક પર પ્રવેશ મેળવતા હતા, તેમણે હવે ફરજિયાતપણે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરફ વળવું પડશે અથવા અન્ય વિકલ્પો શોધવા પડશે. મંજૂરી નહીં ઉપરાંત પૂરતો સ્ટાફ : કુલપતિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ ફાઇનાન્સ ડિવિઝન ચલાવવા માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી લેવા માટે કોલેજોને સૂચનાઓ અપાય હતી. પરતું કોલેજો મેળવી નથી. ઉપરાંત ગ્રાન્ટેડ કોલેજોમાં મંજૂર બેઠકો સાથે સેલ્ફ ફાઇનાન્સ બેઠકો વાળી સંખ્યાને શૈક્ષણિક કાર્ય કરાવવા માટે કાયમી શૈક્ષણિક સ્ટાફ નથી તો અનેક કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ મર્યાદા હોવાને કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર થતી હતી. યુનિવર્સિટીના નીતિ-નિયમો તેમજ સરકારની સૂચના મુજબ માત્ર મૂળ મંજૂર બેઠકો પર જ પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. કોલેજો ચલાવવી મુશ્કેલ બનશે : સંચાલકો કોલેજ સંચાલકોમાં આ નિર્ણયને લઈ નારાજગી જોવા મળી રહી છે. સંચાલકોનું કહેવું છે કે SF ડિવિઝનમાંથી થતી આવક દ્વારા તેઓ કોલેજના અન્ય મેઈન્ટેનન્સ અને એડહોક સ્ટાફનો ખર્ચ કાઢતા હતા. હવે આ બેઠકો રદ થવાથી કોલેજો ચલાવવી આર્થિક રીતે મુશ્કેલ બનશે.
Read Original Article →