ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સ્થાનિક સ્તરે અસર:ખેતી અને લગ્ન સીઝનમાં માંગ વધતાં ગોધરામાં 15 પૈકી 10 પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા
ગોધરા શહેરમાં 15 પેટ્રોલપંપ માંથી 10 પેટ્રોલપંપ પર ઇંધણ ખલાસ થઇ જતા નો સ્ટોકના પાટીયા લાગ્યા હતા. શહેરીજનો ભાવમાં વધારો થવાની આંશકાએ વાહનોમાં ઉપયોગ કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે. યુધ્ધ, લગ્ન અને ખેતીની સિઝનના કારણે માગમાં વધારો થતાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઇનનો લાગી છે. ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે. વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. શહેરના કુલ 15 પેટ્રોલ પંપો પૈકી 10 જેટલા પંપો પર ''સ્ટોક નથી'' ના પાટિયા ઝુલી રહ્યાં છે. જેને કારણે વાહનચાલકો જયાં જથ્થો ઉપલબ્ધ છે. ત્યાં વહેલી સવારથી જ કતારો લગાવી રહ્યા છે. ચર્ચ પાસે અને અમદાવાદ હાઈવે પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે મોટા પંપો સહિત કુલ 10 પંપો સદંતર બંધ રહેતા શહેરીજનોને ભારે મુશ્કેલી પડી રહી છે.ગોધરાના પંપો પર વડોદરા ડેપોથી પૂરતા પ્રમાણમાં જથ્થો ન મળતા પંપો ખાલી થઈ રહ્યા છે.લગ્નસરા અને ખેતીની સીઝન હોવાથી ડીઝલની માંગમાં ધરખમ વધારો થયો છે. અછતની અફવા અને યુદ્ધના ડરને લીધે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે. જેને કારણે સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે. ભાવ વધારાની રાહ જોતી કંપનીઓ, એડવાન્સ પૈસા ભરવા છતાં સપ્લાય આવતો નથી
પેટ્રોલ-ડીઝલની આ તંગી પાછળના કારણોમાં યુધ્ધની પરિસ્થીતિમાં ઇન્ટરનેશનલ બજારમાં કૂડ ઓઇલના ભાવમાં તોતિંગો વધારો થયો છે. તેમ છતાં ભારતમાં ભાવ વધારો ન થતા ઓઇલ કંપનીઓને ખોટ સહન કરવી પડી રહી છે. તાજેતરમાં વડાપ્રધાને પેટ્રોલ અને ડિઝલના વાહનનો વપરાશ ઓછો કરો તેમ કહેતા નાગરીકોને ભાવ વધારાની આંશકાને લઇને વાહનોમાં ઇંધણ ભરવા લાઇનો લગાવી હતી. સાથે ઓઇલ કંપનીઓ ભાવ વધવાની રાહ જોઇ રહ્યા છે. જેથી એડવાન્સ પૈસા ભરવા છતાં ઇંધણ આપતા નથી. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની સીધી અસર સ્થાનિક ડેપો પર પડતા જથ્થો અનિયમિત થયો છે.હાલમાં લગ્નગાળો અને ખેતીની સીઝન ચાલતી હોવાથી સામાન્ય દિવસો કરતા ઇંધણની માંગ 30 થી 40 ટકા વધી ગઈ છે. માગમાં વધારો થતાં તંગી સર્જાઇ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિની અસર સાથે હાલમાં લગ્નગાળાની સીઝન તેમજ ખેતીની કામગીરીને લઈને ડીઝલ-પેટ્રોલની વધુ માંગ ઉઠતા હાલમાં તંગી વર્તાઈ રહી છે: પરાગ શાહ, પ્રમુખ, પેટ્રોલ ડીઝલ એસોસિએશન, પંચમહાલ
Read Original Article →