વેધર રિપોર્ટ:પંચમહાલ-મહીસાગર જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું

Gujarat5/12/2026, 2:13:03 AM
પંચમહાલ-મહીસાગર જિલ્લામાં ઉનાળાનો મિજાજ હવે આકરો બન્યો છે. પશ્ચિમના ગરમ પવનોને કારણે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારે જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેતા ચાલુ સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આકરી ગરમી અને લૂના કારણે બપોરના સમયે ગોધરા, લુણાવાડા સહિતના તમામ શહેરોના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. ગરમીનો પાર 43 ડીગ્રીની આસપાસ રહેતા ઉનાળાનો સોથી ગરમ દિવસ સોમવાર બન્યો છે. બપોરના સમયે ગોધરા, લુણાવાડાના બજારોમાં લોકોની અવરજવર નહિવત હતી. લૂ લાગવાના કિસ્સા ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →