શહેરાના ડેમલી પાસે બાઈક અકસ્માત:શ્વાન આડે આવતા બે કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat6/10/2026, 9:25:18 AM
શહેરાના ડેમલી પાસે બાઈક અકસ્માત:શ્વાન આડે આવતા બે કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
શહેરા તાલુકાના ડેમલી ગામ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સ્લીપ ખાઈ જતાં તેના પર સવાર બે કિશોરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શ્વાન અચાનક બાઈક આડે આવી જવાના કારણે બની હતી. મળતી માહિતી મુજબ, 12 વર્ષીય જીગ્નેશ લાલાભાઈ કુબેરભાઈ પગી અને તેના કાકાના દીકરા 10 વર્ષીય અક્ષયકુમાર ભૂપતભાઈ મોટરસાયકલ પર ડેમલી ગામના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક શ્વાન બાઈક આડે આવી ગયું હતું. શ્વાનને બચાવવાના પ્રયાસમાં બાઈક ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે, બાઈક રોડ પર સ્લીપ ખાઈ ગઈ હતી અને બંને કિશોરો બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં બંને સગીર વયના કિશોરોને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને કિશોરોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Read Original Article →