પ્રેમ પ્રકરણમાં યુવક પર હુમલો, CCTV આવ્યા:પંચમહાલના શહેરામાં ચાર આરોપીઓ ઝડપાયા, બ્લેકમેલિંગનો પણ આરોપ
પંચમહાલ જિલ્લાના શહેરામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવક પર હિંસક હુમલો થયો હતો. અણિયાદ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં 24 મેના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હુમલાનો ભોગ બનનાર 26 વર્ષીય યુવકનું નામ માજિદ પઠાણ છે. આ ઘટના પ્રેમ પ્રકરણ અને બ્લેકમેલિંગ સાથે સંકળાયેલી હોવાનું બહાર આવ્યું છે.
માજિદ પઠાણના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસે તેના પ્રેમ પ્રકરણના કેટલાક ફોટા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને આરોપીઓએ તેની પાસેથી ₹25,000 પડાવી લીધા હોવાનો પણ ગંભીર આરોપ છે.
ચાર શખ્સો ગેરેજમાં ઘૂસી આવ્યા હતા અને માજિદને દંડા વડે માર માર્યો હતો. આ હુમલામાં યુવકને હાથ અને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે. ઇજાગ્રસ્ત માજિદને સારવાર માટે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરા પોલીસે ફરિયાદના આધારે હુમલો કરનાર તમામ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રમઝાન અસલમ શેખ, રમીઝ ઇલ્યાસ શેખ, શકીલ બશીર શેખ અને મોહસીન અસલમ શેખનો સમાવેશ થાય છે.
Read Original Article →