પિતાના ઠપકાથી યુવકે ઝેરી દવા પીધી:પંચમહાલમાં મોબાઈલ ગેમ રમવા બાબતે જીવન ટૂંકાવ્યું

Gujarat5/14/2026, 3:57:52 PM
પિતાના ઠપકાથી યુવકે ઝેરી દવા પીધી:પંચમહાલમાં મોબાઈલ ગેમ રમવા બાબતે જીવન ટૂંકાવ્યું
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં મોબાઈલ ગેમ રમવા બાબતે પિતાના ઠપકાથી માઠું લાગી આવતા એક 18 વર્ષીય યુવકે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ ઘટના 12 મેના રોજ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોઘંબા તાલુકાનો 18 વર્ષીય યુવક મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો. આ બાબતે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી આવેશમાં આવીને યુવકે ખેતરમાં મગમાં ઇયળ મારવા માટે વપરાતી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઝેરની અસર વધુ હોવાને કારણે સારવાર કારગત નીવડી ન હતી. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Read Original Article →