પંચમહાલમાં પાલતુ બળદે શિંગડું માર્યું:50 વર્ષીય આધેડ ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ

Gujarat5/20/2026, 2:46:12 PM
પંચમહાલમાં પાલતુ બળદે શિંગડું માર્યું:50 વર્ષીય આધેડ ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોતાના જ પાલતુ બળદે શિંગડું મારતા 50 વર્ષીય આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વાઘજીપુર ગામના જસવંતભાઈ બિજલભાઈ ડાભી (ઉં.વ. 50) પોતાના ઘરે રોજિંદા કાર્ય મુજબ પાલતુ બળદને ખૂંટે બાંધી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ બળદ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા બળદે જસવંતભાઈ પર હિંસક હુમલો કર્યો હતો અને તેમને શિંગડું મારી દીધું હતું. આ હુમલામાં જસવંતભાઈ ડાભીને માથાના તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત જસવંતભાઈને સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
Read Original Article →