ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન પટેલ બિનહરીફ વિજેતા:પંચમહાલની સાત તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સંપન્ન

Gujarat5/25/2026, 4:49:37 PM
ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન પટેલ બિનહરીફ વિજેતા:પંચમહાલની સાત તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સંપન્ન
પંચમહાલ જિલ્લાની સાત તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા સંપન્ન થઈ છે. આ તમામ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લીલાબેન પટેલ બિનહરીફ વિજેતા બન્યા છે, જેમણે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. જિલ્લાની તમામ સાત તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થવા પામી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના સત્તાવાર મેન્ડેટ ધરાવતા ઉમેદવારોએ ગત રવિવારે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ચૂંટણી અધિકારી સમક્ષ નિર્ધારિત સમય મર્યાદામાં અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ રજૂ ન કરાતા, તમામ બેઠકો પર બિનહરીફ વરણીની જાહેરાત કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ લીલાબેન પટેલે પદભાર ગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના સંગઠનના શીર્ષ નેતૃત્વનો આ તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પંચમહાલ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નીચે મુજબ છે: ગોધરા તાલુકા પંચાયત: પ્રમુખ લીલાબેન સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પટેલ. કાલોલ તાલુકા પંચાયત: પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજય બકાભાઈ રાઠોડ. જાંબુઘોડા તાલુકા પંચાયત: પ્રમુખ રેશ્માબેન હિતેશકુમાર બારીયા, ઉપપ્રમુખ સંજય કુમાર મનસુખભાઈ નાયકા. શહેરા તાલુકા પંચાયત: પ્રમુખ વિક્રમભાઈ, ઉપપ્રમુખ ચારણ હાજાભાઈ નાનાભાઈ (ઉર્ફે ટપુ ભાઈ). મોરવા હડફ તાલુકા પંચાયત: પ્રમુખ હરદીપસિંહ જાદવ બાપુ, ઉપપ્રમુખ રણજીતસિંહ ચોહાણ. ઘોઘંબા તાલુકા પંચાયત: પ્રમુખ પારુલબેન વસંતભાઈ રાઠવા, ઉપપ્રમુખ કાંતિભાઈ મલીયાભાઈ પટેલીયા. હાલોલ તાલુકા પંચાયત: પ્રમુખ નીરુબેન પ્રતાપ બારીયા, ઉપપ્રમુખ પ્રવિણ ઉદેસિંહ પરમાર.
Read Original Article →