પંચમહાલની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન નિશ્ચિત:પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વરણી, મેન્ડેટ આધારે ચૂંટાયા

Gujarat5/24/2026, 3:44:59 PM
પંચમહાલની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન નિશ્ચિત:પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વરણી, મેન્ડેટ આધારે ચૂંટાયા
પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નું શાસન નિશ્ચિત બન્યું છે. પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આવતીકાલે જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સત્તાધારી ભાજપ પ્રેરિત ઉમેદવારોની બિનહરીફ વરણીની સત્તાવાર જાહેરાત થશે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટના આધારે તમામ બેઠકો પર એક જ ફોર્મ ભરાયા હોવાથી ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની રહી છે. ભાજપે જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિતના તમામ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત રાખી છે. પક્ષના મોવડીમંડળે સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિગત ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને પ્રમુખ અને ઉપપ્રમુખ પદના દાવેદારોને મેન્ડેડ સોંપ્યા હતા. ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકા પંચાયતોની ખાસ સામાન્ય સભામાં ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ વિજેતા હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવશે.
Read Original Article →