ઘોઘંબા જંગલમાંથી બે દીપડાના બચ્ચા મળ્યા, એક મૃત:પંચમહાલના સીમલીયા નજીકથી મળ્યા, બીજું બચ્ચું ઇજાગ્રસ્ત

Gujarat4/5/2026, 10:45:43 AM
ઘોઘંબા જંગલમાંથી બે દીપડાના બચ્ચા મળ્યા, એક મૃત:પંચમહાલના સીમલીયા નજીકથી મળ્યા, બીજું બચ્ચું ઇજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામ નજીક આવેલા જંગલમાંથી બે બાળ દીપડા મળી આવ્યા છે. આ પૈકી એક બાળ દીપડાનું મૃત્યુ થયું છે, જ્યારે બીજું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે.બારિયા ફળીયા વિસ્તારના જંગલમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક ગ્રામજનોની નજર આ બાળ દીપડાઓ પર પડી હતી. તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.માહિતી મળતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે મૃત બાળ દીપડાના શબનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.ઇજાગ્રસ્ત બાળ દીપડાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે રેસ્ક્યુ વાન મારફતે ખસેડવામાં આવ્યો છે.વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ પુખ્ત દીપડાએ આ બંને બાળ દીપડાઓ પર હુમલો કર્યો હોઈ શકે છે. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.
Read Original Article →