પંચમહાલ: બાઇક પરથી પટકાતાં ગર્ભવતી મહિલાનું મોત:8 માસના ગર્ભસ્થ બાળકનું પણ કરુણ મૃત્યુ, પરિવારમાં શોક

Gujarat5/24/2026, 1:06:07 PM
પંચમહાલ: બાઇક પરથી પટકાતાં ગર્ભવતી મહિલાનું મોત:8 માસના ગર્ભસ્થ બાળકનું પણ કરુણ મૃત્યુ, પરિવારમાં શોક
પંચમહાલના શહેરા તાલુકાના નાડા નજીક બાઇક પરથી પટકાતાં એક ગર્ભવતી મહિલા અને તેના આઠ માસના ગર્ભસ્થ બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં મહિલાને ચાલુ બાઇક પર ચક્કર આવતાં તે નીચે પટકાયા હતા. મૃતક સુનિતાબેન ગણપતભાઈ નાયક (ઉંમર 29) તેમના પતિ સાથે મોટરસાઇકલ પર નાડાથી બિલિયા તરફ જઈ રહ્યા હતા. નાડા ગામ નજીક તેમને અચાનક ચક્કર આવતાં તેઓ બાઇક પરથી સંતુલન ગુમાવી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં સુનિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુનિતાબેન આઠ માસના ગર્ભવતી હોવાથી તબીબોએ તેમને અને ગર્ભસ્થ બાળકને બચાવવા પ્રયાસ કર્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન જ સુનિતાબેનનું અવસાન થયું હતું. આ સાથે જ તેમના ગર્ભમાં રહેલા આઠ માસના બાળકનું પણ મૃત્યુ થયું હતું. માતાના અવસાનથી તેમના ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
Read Original Article →