ગોધરા ઈદગાહ મેદાન ખાતે બકરી ઈદની નમાઝ અદા:પંચમહાલ જિલ્લાના હજારો મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના ઈદગાહ મેદાન ખાતે આજે ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) નિમિત્તે નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. હજરત મોલાના શેખુલ હદિસ ગુલામ રસુલ ધન્તયા સાહબ દ્વારા ઈદની નમાઝ પઢાવવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે પહોંચી ગયા હતા. તેમણે ભાઈચારો, અમન-શાંતિ અને દેશની ખુશહાલી માટે ખાસ દુઆઓ કરી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ પાઠવી હતી. સમગ્ર વિસ્તારમાં ઈદના પર્વને લઈને ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઈદના પર્વને ધ્યાનમાં રાખીને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DySP સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.
Read Original Article →