પંચમહાલમાં ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ટ્રક જપ્ત:ખાણ ખનીજ વિભાગે હાલોલ, કાલોલ, ગોધરામાં દંડની કાર્યવાહી કરી

Gujarat5/26/2026, 2:29:13 PM
પંચમહાલમાં ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ટ્રક જપ્ત:ખાણ ખનીજ વિભાગે હાલોલ, કાલોલ, ગોધરામાં દંડની કાર્યવાહી કરી
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હાલોલ, કાલોલ અને ગોધરા વિસ્તારોમાંથી ગેરકાયદેસર ખનીજનું વહન કરતા કુલ 7 ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે. આ ટ્રકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ વહન કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. ટીમે હાલોલ, કાલોલ અને ગોધરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરી રહેલા કુલ 7 ટ્રકો ઝડપી પાડી સફળતા મેળવી છે. ગોધરાના ગોઠડા અને હાલોલ વિસ્તારમાંથી ક્ષમતા કરતા વધુ (ઓવરલોડ) માટી ભરીને જઈ રહેલા 5 ટ્રકોને ખાણ ખનીજ વિભાગની ટીમે કબજે કર્યા હતા. આ ઉપરાંત, આ જ વિસ્તારમાંથી કોઈપણ પ્રકારના કાયદેસરના રોયલ્ટી પાસ વિના માટીની હેરાફેરી કરી રહેલો એક ટ્રક પણ ઝડપાયો હતો. ગોધરાના ચલાલી નજીકથી પણ રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર રીતે માટીની હેરાફેરી કરતો વધુ એક ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ, જુદા જુદા સ્થળોએથી કુલ મળીને 7 ડમ્પરો/ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગની આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલા તમામ 7 ટ્રકો મળીને કુલ 2 કરોડ રૂપિયા ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ ટ્રક માલિકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →