પંચમહાલ કોંગ્રેસમાં 290 બેઠકો સામે 186 દાવેદારો નોંધાયા:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં ઉત્સાહ ઓસર્યો

Gujarat4/5/2026, 11:57:40 AM
પંચમહાલ કોંગ્રેસમાં 290 બેઠકો સામે 186 દાવેદારો નોંધાયા:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં ઉત્સાહ ઓસર્યો
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. જોકે, ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી 'સેન્સ' પ્રક્રિયામાં ભારે નિરસતા જોવા મળી રહી છે. બીજા દિવસના અંતે મળેલી વિગતો મુજબ, જિલ્લાની કુલ 290 બેઠકો સામે માત્ર 186 દાવેદારોએ જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઠકોની સરખામણીએ ઉમેદવારોની અછત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓ માટે શરૂ કરવામાં આવેલી ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ચિત્ર ચિંતાજનક જણાઈ રહ્યું છે. અનેક બેઠકો પર એક પણ દાવેદાર સામે ન આવતા સંગઠન સ્તરે દોડધામ મચી છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ કાર્યકરો ચૂંટણી લડવા માટે ખચકાટ અનુભવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેઠકોનું ગણિત અને દાવેદારીની સ્થિતિ: રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક-વિતર્ક ઉમેદવારોની આ નિરસતા પાછળ સંગઠનની નબળાઈ જવાબદાર છે કે પછી કાર્યકરોમાં ચૂંટણી જીતવાનો આત્મવિશ્વાસ ઓછો થયો છે, તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કુલ બેઠકોની સંખ્યા સામે દાવેદારોનો આંકડો 100 કરતા પણ ઓછો હોવાથી આગામી દિવસોમાં કોંગ્રેસ તમામ બેઠકો પર ઉમેદવારો કેવી રીતે ઉભા રાખશે, તે જોવું રસપ્રદ રહેશે. હાલની સ્થિતિ જોતા બાકી રહેલી બેઠકો માટે આયાતી ઉમેદવારો કે નવા ચહેરાઓની શોધ કરવી પડે તેવી નોબત આવી છે.
Read Original Article →