પંચમહાલ LCB-SOGએ પ્રોહિબિશનના 2 વોન્ટેડ આરોપી ઝડપ્યા:અલગ-અલગ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Gujarat4/6/2026, 9:07:15 AM
પંચમહાલ LCB-SOGએ પ્રોહિબિશનના 2 વોન્ટેડ આરોપી ઝડપ્યા:અલગ-અલગ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પંચમહાલ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પંચમહાલ LCB અને SOG પોલીસે અલગ-અલગ દરોડા પાડી ઝડપી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ગોધરા LCBના પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દિગ્પાલસિંહ અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તેમણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જીગરસિંહ ઉર્ફે જીગેશ ઉર્ફે જીગો ગુલાબસિંહ રાઠોડને પરવડી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. જીગરસિંહ રાઠોડ રામપુર જોડકા (મહેલોલ), તા. ગોધરાનો રહેવાસી છે. બીજી તરફ, પંચમહાલ SOG ગોધરાના પી.આઈ. એમ.એ. વાઘેલાની ટીમે પણ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. SOGની ટીમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ રાહુલ ટેટાભાઈ બારીયાને ઘોઘંબા તાલુકાની કાંટુ ચોકડી પાસેથી દબોચી લીધો હતો. રાહુલ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વાવ લવારીયાનો રહેવાસી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહુલ બારીયાને દામવાવ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલી રહી છે. પંચમહાલ પોલીસની આ સક્રિય કામગીરીથી જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →