પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ:જિલ્લામાં બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી, 248 ફોર્મ ઉપડ્યા

Gujarat4/7/2026, 5:46:59 PM
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ:જિલ્લામાં બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી, 248 ફોર્મ ઉપડ્યા
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર જમા થયું નથી. નોંધનીય છે કે, અત્યાર સુધી જિલ્લામાં એક પણ ઉમેદવારી પત્ર વિધિવત રીતે ભરાયું નથી. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ધસારો સૌથી વધુ જોવા મળ્યો છે. આજે વધુ 92 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. છેલ્લા બે દિવસમાં ફોર્મ વિતરણ કેન્દ્ર પરથી કુલ 248 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. નગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતોમાં પણ ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા તેજ બની છે. ગોધરા તાલુકા પંચાયતમાં બે દિવસ દરમિયાન કુલ 75 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે. આદિવાસી બહુલ મોરવા હડફ તાલુકામાં પણ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં બે દિવસમાં 28 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. રાજકીય પક્ષો દ્વારા મેન્ડેટ અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ હોવાથી ફોર્મ ભરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરાવાની પ્રક્રિયામાં વેગ આવવાની શક્યતા છે.
Read Original Article →