પંચમહાલ કોર્ટ સંકુલમાં ATMનું ખાતમુહૂર્ત:અરજદારો અને વકીલોને નાણાકીય સુવિધા મળશે
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી મુખ્ય સેશન્સ કોર્ટ સંકુલમાં બેંક ઓફ બરોડાના નવા ATM કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી. કે. ચૌહાણના હસ્તે આ ATMનું વિધિવત ઉદ્ઘાટન થયું હતું, જે કોર્ટમાં આવતા અરજદારો અને વકીલોની લાંબા સમયથી ચાલતી નાણાકીય જરૂરિયાતને પૂર્ણ કરશે. રોજબરોજ હજારો લોકો પોતાના કાનૂની કામકાજ અર્થે કોર્ટમાં આવતા હોય છે. અત્યાર સુધી કોર્ટ પરિસરમાં કે તેની આસપાસ કોઈ ATM સુવિધા ઉપલબ્ધ ન હોવાથી, નાણાંની આકસ્મિક જરૂરિયાત ઊભી થતાં અરજદારો અને વકીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને દૂર સુધી જવું પડતું હતું. આ નવી સુવિધા શરૂ થવાથી હવે કોર્ટમાં આવતા હજારો લોકોને રોકડ નાણાં મેળવવા માટે બહાર જવું નહીં પડે. પરિસરમાં જ સરળતાથી નાણાકીય વ્યવહારો કરી શકાશે, જેનાથી સમય અને શ્રમ બંનેની બચત થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે બેંક ઓફ બરોડાના રીજનલ હેડ, મુખ્ય બ્રાન્ચ મેનેજર સહિત બેંકનો અન્ય સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. આ ઉપરાંત, કોર્ટના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફગણ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Read Original Article →