પંચમહાલની આંગણવાડીના બાળકોને 77 હજાર ગણવેશ મળશે:શાળા પ્રવેશોત્સવ પૂર્વે મહિલા અને બાળ વિકાસ વિભાગની પહેલ

Gujarat5/27/2026, 2:02:10 PM
પંચમહાલની આંગણવાડીના બાળકોને 77 હજાર ગણવેશ મળશે:શાળા પ્રવેશોત્સવ પૂર્વે મહિલા અને બાળ વિકાસ વિભાગની પહેલ
પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આગામી શાળા પ્રવેશોત્સવ અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને જિલ્લાની આંગણવાડીના બાળકો માટે મોટા પાયે ગણવેશ ફાળવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત, જિલ્લાના 2 હજાર આંગણવાડી કેન્દ્રોને આવરી લઈને કુલ 77 હજાર ગણવેશની ફાળવણી કરવામાં આવી છે. આ ગણવેશ 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવશે, જેઓ આંગણવાડીમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા તમામ 7 તાલુકાના કુલ 16 ઘટકોમાં આ ગણવેશનું વિતરણ વ્યવસ્થિત રીતે હાથ ધરાશે. દરેક બાળકને શાળા પ્રવેશ સમયે સત્તાવાર કાર્યક્રમો દરમિયાન બે જોડી ગણવેશ આપવામાં આવશે, જેથી બાળકોમાં શાળાએ આવવાનો ઉત્સાહ વધે.
Read Original Article →