સાંસદ ડૉ. જશવંતસિંહની કોલીયારી ડેમ કેનાલ કાર્યરત કરવા રજૂઆત:મોરવા હડફના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ભલામણ કરી

Gujarat6/5/2026, 7:24:16 AM
સાંસદ ડૉ. જશવંતસિંહની કોલીયારી ડેમ કેનાલ કાર્યરત કરવા રજૂઆત:મોરવા હડફના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ભલામણ કરી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુથી રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે કોલીયારી ડેમની કેનાલ કાર્યરત કરવા રજૂઆત કરી છે. તેમણે આ અંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી ભલામણ કરી છે. આ રજૂઆતમાં મોરવા હડફ તાલુકામાં આવેલ કોલીયારી ડેમની કેનાલને સત્વરે કાર્યરત કરી આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. કોલીયારી ડેમનું બાંધકામ વર્ષ 1996 થી 1999 દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, વિસ્થાપિતો અને અસરગ્રસ્તોના પુનઃવસન સંબંધિત પ્રશ્નોને કારણે ડેમનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શક્યું ન હતું. ડેમની ડાબી બાજુની મુખ્ય કેનાલ તેમજ તેની ચાર પેટા શાખાઓનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં, ડેમનું મુખ્ય કાર્ય અધૂરું રહેવાના કારણે આજદિન સુધી આ તૈયાર થયેલી કેનાલોમાં પાણીનું વહન થઈ શક્યું નથી. પરિણામે, સ્થાનિક કમાન્ડ વિસ્તારના ખેડૂતો સિંચાઈના લાભથી વંચિત રહ્યા છે. સાંસદ પરમારે જણાવ્યું હતું કે, જો 1999 થી અધૂરી રહેલી ડેમની કામગીરી પૂર્ણ કરીને તેને કાર્યરત કરવામાં આવે તો મોરવા હડફ તાલુકાના કોલિયારી અને તેની આસપાસના મોજરી, નાટાપુર, કસનપુર, રસુલપુર, માતરીયાવાડી, સાલીયા, સંતરોડ સહિત 6 જેટલા ગામોના ખેડૂતોને સીધો સિંચાઈનો લાભ મળી શકે છે. આ કેનાલ કાર્યરત થવાથી ચોમાસા બાદ રવિ પાક (શિયાળુ પાક) જેવા કે ઘઉં, મકાઈ અને ચણાના વાવેતર સમયે સ્થાનિક ખેડૂતોને પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
Read Original Article →