પંચમહાલ SOGએ 3.59 લાખના ગાંજા સાથે એક ઝડપ્યો:મોરવા હડફના ભુવર ગામેથી લીલા ગાંજાના 20 છોડ જપ્ત
પંચમહાલ SOG ટીમે મોરવા હડફ તાલુકાના ભુવર ગામેથી રૂ. 3.59 લાખની કિંમતના 7.180 કિલો લીલા ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરવા હડફ તાલુકાના ભુવર ગામે ગુલાબ મુવાડી ખાતે રહેતા મહેશભાઈ મનસુખભાઈ ભગોરાના ખેતરમાં અન્ય પાકની આડમાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ખેતરમાંથી લીલા ગાંજાના 20 નંગ છોડ મળી આવ્યા હતા. પોલીસે રૂ. 3,59,000ની કિંમતના કુલ 7.180 કિલોગ્રામ ગાંજાના છોડ કબજે કર્યા હતા. આરોપી મહેશભાઈ મનસુખભાઈ ભગોરા વિરુદ્ધ મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →