ગોધરામાં સદભાવના કોમી એકતા નાઈટ ક્રિકેટ:કરીમી 11 એ ફાઇનલ મેચ જીતી, ચેમ્પિયન બની

Gujarat5/22/2026, 6:33:59 AM
ગોધરામાં સદભાવના કોમી એકતા નાઈટ ક્રિકેટ:કરીમી 11 એ ફાઇનલ મેચ જીતી, ચેમ્પિયન બની
ગોધરા શહેરમાં આયોજિત 'સદભાવના કોમી એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩' ની ફાઇનલ મેચમાં કરીમી 11 ટીમે વિજય મેળવ્યો છે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય રમતગમત દ્વારા કોમી એકતાનો સંદેશ ફેલાવવાનો હતો. ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સીઝન-૧ ની શરૂઆત પૂર્વ રેન્જ આઈ.જી. આર.વી. અસારી સાહેબની દેખરેખ હેઠળ થઈ હતી. આ વર્ષે સીઝન-૩ નું આયોજન ગોધરાના ક્રિકેટર સલમાન ભાણા અને મહેબુબ હાજી શહેરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે સનરાઈઝ 11 અને કરીમી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં કરીમી ઇલેવને જીત મેળવી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી. ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ ધીરજ મલ્હોત્રાને 'બેસ્ટ કેપ્ટન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફાઇનલ મેચ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત ઉપપ્રમુખ ઈશાંત સોની, ઇરફાનભાઇ કોઠી, પ્રોફેસર ડૉ. સલમાન ઝાભા, રમજાની ભાઈ ઝુંઝારા, મહેબૂબ હાજી શેરીયા, શોએબ ભાઈ મલા સહિત શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →