કાલોલના કાતોલ ગામે મહિલાનું ઝેરી દવા પીવાથી મોત:બે સંતાને માતા ગુમાવી, પોલીસ તપાસ શરૂ; આપઘાતનું કારણ અકબંધ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામે રહેતી પાયલ માછી નામની પરિણીત મહિલાનું ઝેરી દવા પીવાથી મોત થયું છે. આ ઘટનાથી બે સંતાનોએ તેમની માતા ગુમાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે સંતાનની માતા પાયલ માછીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં જ તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું હતું. મૃતક પાયલબેનના બે બાળકો છે, જેમની ઉંમર પાંચ વર્ષ અને 18 માસ છે. પાયલબેને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →