રખડતા શ્વાને માતા-પુત્ર પર હુમલો કર્યો:બાળકને કપાળ પર અને માતાને પગમાં બચકાં ભર્યાં: કાલોલના ગોકળપૂરા ગામની ઘટના

Gujarat6/9/2026, 7:48:21 AM
રખડતા શ્વાને માતા-પુત્ર પર હુમલો કર્યો:બાળકને કપાળ પર અને માતાને પગમાં બચકાં ભર્યાં: કાલોલના ગોકળપૂરા ગામની ઘટના
કાલોલ તાલુકાના ગોકળપૂરા ગામે એક રખડતા શ્વાને માતા અને તેના પાંચ વર્ષના પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કાજલબેન રાઠોડ અને તેમના પુત્ર વીરુ ભાવિન રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના ગોકળપૂરા ગામે બની હતી, જ્યાં કાજલબેન રાઠોડ પોતાના ઘર આંગણે કપડાં સૂકવી રહ્યા હતા. તે સમયે એક રખડતા શ્વાને અચાનક તેમના પર હુમલો કર્યો અને તેમના પગના ભાગે ગંભીર બચકા ભરી ઈજા પહોંચાડી.મહિલા કંઈ સમજે તે પહેલાં જ, શ્વાને ઘરના વાડામાં હાથ-પગ ધોઈ રહેલા તેમના પાંચ વર્ષના પુત્ર વીરુ ભાવિન રાઠોડને નિશાન બનાવ્યો. શ્વાને બાળક પર તરાપ મારી તેના કપાળના ભાગે ગંભીર બચકા ભર્યા, જેના કારણે વીરુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરવા લાગ્યો. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બંનેની સારવાર શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને પગલે ગોકળપૂરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોના ત્રાસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →