પશુ સંરક્ષણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:કાલોલ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો
પંચમહાલ જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોડે કાલોલ પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણના ગુનામાં નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે બારોટ ફારુક પાડવાને ઝડપી પાડ્યો છે. આરોપીને વેજલપુર, ઘુસર રોડ પરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ-ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી. એમ. રાઠોડ અને તેમની ટીમને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડેના એ.એસ.આઈ. દલપતસિંહ ચંદ્રસિંહને બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળી હતી. બાતમી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે બારોટ ફારુક પાડવા હાલ વેજલપુર, ઘુસર રોડ ખાતે હાજર હતો. આ બાતમીના આધારે, પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના જવાનોએ તાત્કાલિક તપાસ હાથ ધરી વેજલપુર, ઘુસર રોડ પરથી આરોપી સલમાન ઉર્ફે બારોટ ફારુક પાડવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાલોલ પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે.
Read Original Article →