1.55 લાખ લોકો હાઈપરટેન્શન‎:પંચમહાલમાં 30 વર્ષથી વધુ વયની દર 6 વ્યક્તિમાંથી એકને હાઇ બીપી અને 10માંથી એકને ડાયાબિટીસ

Gujarat6/7/2026, 12:00:00 AM
પંચમહાલમાં 30 વર્ષથી વધુ વયના 9.33 લાખ લોકોનુ સ્ક્રેનીંગ કરતા ચોકાવનારા આ઼કડા બહાર આવ્યા છે. સ્ક્રેનીગમાં 1.55 લાખ લોકો હાઇ બિપીની બીમારી અને 93 હજાર લોકો ડાયાબિટીસની બીમારી લાગુ છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ વોર્ડ બનાવીને રોગનુ નિદાન કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 30 વર્ષથી વધુ ઉંમરના 9.33 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ અને પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન 1.55 લાખ લોકો હાઈપર ટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અંદાજે 93 હજાર લોકો ડાયાબિટીસથી પીડિત હોવાનું નિદાન થયું છે. અગાઉ જે ડાયાબિટીસ 45 વર્ષની ઉંમર પછી જોવા મળતો હતો. તે હવે સરેરાશ ૩૦ થી ૩૫ વર્ષની વયના યુવાનોમાં ઝડપથી નોંધાઈ રહ્યો છે. કામનું દબાણ અને અનિયમિત જીવનશૈલી આ માટે મુખ્ય કારણ છે.45 વર્ષ પછી આવતી બીપીની બીમારી હવે 35 વર્ષના યુવાનોમાં વધુ દેખાઇ રહી છે. જિલ્લામાં 30 વર્ષથી વધુ ઉમંરના દર 6 વ્યક્તિઓમાંથી 1 ને બી.પી અને દર 10 વ્યક્તિઓમાંથી 1 ડાયાબિટીસની બિમારીથી પીડાઇ રહ્યો છે. જિલ્લાના બી.પી અને ડાયાબિટીસના દર્દીઓ નિદાન કરવા ગોધરા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ એનસીડી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. અહીં હાઈ બીપી, ડાયાબિટીસ સહિત બિનચેપી રોગોથી પીડિત દર્દીઓને નિ:શુલ્ક દવા, સારવાર, નિદાન અને વિવિધ પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તાલુકાવાર આંકડા‎ લાઇફ સ્ટાઇલ બદલતા બીમારી આવી‎ બી.પી અને ડાયાબિટીસની બિમારી વધવાનુ કારણ લાઇફ સ્ટાઇલ બદલવાથી છે. આજકાલ લોકો વધુ સમય મોબાઇલ પર રહેતા હોય છે. ચાલવાનુ બંધ કરીને વધુ વાહનનો ઉપયોગ કરે છે.રાત્રના મોડા સુધી જાગવુ, જમવાનો સમય બદલાઇ જવો, સીગરેટનુ પ્રમાણ વધુ,વધારે વજન તેમજ માનસીક તાણમાં રહેવાના કારણે બીમારી આવી જાય છે. અચાનક લોકોનુ સ્ક્રીનીગ કરે તો તેને બીપી અને ડાયાબિટીસની બીમારી હોવાનુ જણાવા મળે છે. પહેલા 50 વર્ષ પહેલા જોવા મળતી બિમારી હવે લાઇફ સ્ટાઇલ બદલાતાં હવે 30 થી 35 વર્ષમાં જોવા મળી રહી છે. - ડો. મઝાહીર મીઠીબોરવાલા, તબીબ
Read Original Article →