ગોધરામાં યુવા કોંગ્રેસનો પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે વિરોધ:પેટ્રોલ પંપ પર વાહનચાલકોને 'મેલોડી ચોકલેટ' આપી પ્રદર્શન

Gujarat5/26/2026, 9:10:34 AM
ગોધરામાં યુવા કોંગ્રેસનો પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે વિરોધ:પેટ્રોલ પંપ પર વાહનચાલકોને 'મેલોડી ચોકલેટ' આપી પ્રદર્શન
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારા સામે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને પ્રજાની પીડાને વાચા આપવા માટે વ્યંગાત્મક શૈલી અપનાવી હતી. આ પ્રદર્શન અંતર્ગત, કોંગ્રેસના કાર્યકરોએ ગોધરા શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવી રહેલા સામાન્ય ગ્રાહકો અને વાહનચાલકોને 'મેલોડી ચોકલેટ' આપી હતી. ચોકલેટનું વિતરણ કરીને, કાર્યકરોએ મોંઘવારી સામે 'મીઠો પણ તીખો' વિરોધ નોંધાવ્યો હતો, જે પ્રજાની પીડાને વ્યંગાત્મક રીતે રજૂ કરતો હતો. આ પ્રદર્શન યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અંજના બેરવાજીની આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
Read Original Article →