ગોધરામાં 42 ડિગ્રી તાપમાનમાં શ્રમિકોની મજૂરી:સરકારી ગાઈડલાઈન છતાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ભંગ

Gujarat5/13/2026, 1:47:33 PM
ગોધરામાં 42 ડિગ્રી તાપમાનમાં શ્રમિકોની મજૂરી:સરકારી ગાઈડલાઈન છતાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ભંગ
ગોધરામાં કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો પાસે જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે. રાજ્યમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે સરકારી માર્ગદર્શિકાનો ભંગ કરીને ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને ખુલ્લામાં કામ કરાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. સરકાર દ્વારા બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો પાસે ખુલ્લામાં કામ ન કરાવવા માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમ છતાં, ગોધરામાં આ નિયમોનું પાલન થતું જોવા મળતું નથી. શ્રમિકોને ગરમ સળિયા અને કોંક્રિટ વચ્ચે કામ કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શ્રમિકોને હીટસ્ટ્રોક લાગવાનો કે જીવ ગુમાવવાનો ભય રહેલો છે. ગોધરા વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર બાબતની નોંધ લઈ જવાબદાર ખાનગી કોન્ટ્રાક્ટરો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી સરકારી ગાઈડલાઈનનું પાલન સુનિશ્ચિત કરી શકાય.
Read Original Article →