ગોધરા: વોર્ડ 9 માંથી પતિ-પત્નીએ ઉમેદવારી નોંધાવી:પૂર્વ સદસ્ય યાકુબ તપેલી અને તેમના પત્ની શરીફાબેન ચૂંટણી જંગમાં
ગોધરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી એક જ પરિવારના બે સભ્યોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પૂર્વ સદસ્ય યાકુબ બક્કર તપેલી અને તેમના પત્ની શરીફાબેને આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન, યાકુબ બક્કર તપેલીએ સામાન્ય બેઠક પરથી પોતાની દાવેદારી રજૂ કરી હતી. જ્યારે તેમના પત્ની શરીફાબેન યાકુબ બક્કર તપેલીએ OBC સ્ત્રી અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મીડિયા સાથે વાતચીત કરતા યાકુબ બક્કરે જણાવ્યું હતું કે, તેઓ વોર્ડના મતદારોની સેવા કરવા માટે કટિબદ્ધ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ નં. 9 ના ભાઈઓ અને બહેનો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવશે.
Read Original Article →