કાલોલ ગરનાળા પાસે બસ-ટ્રક અકસ્માત:હાઈવે પર ભારે ચક્કાજામ, વાહનવ્યવહાર ખોરવાયો
ગોધરા-વડોદરા હાઈવે પર કાલોલ નજીક આવેલા વૃંદાવન ગરનાળા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને કારણે હાઈવે પર ભારે ચક્કાજામ સર્જાયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, રમ્બલ સ્ટ્રીપ્સ અને સ્પીડ બ્રેકરના કારણે બંને વાહનો અથડાયા હતા. અકસ્માત બાદ એસટી બસ અને ટ્રકના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું.
અકસ્માતને કારણે હાઈવેનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરિણામે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગોધરા અને હાલોલ વચ્ચેના આ વડોદરા હાઈવે પર નિયમ વિરુદ્ધના અસંખ્ય સ્પીડ બ્રેકર અને બમ્પ મૂકવામાં આવ્યા છે. આ ગતિ અવરોધકોના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે.
Read Original Article →