ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા સહિતની 8 બેઠક પર પક્ષના હાઈકમાન્ડની સૂચના બાદ દાવેદારી રજૂ કરી

Gujarat4/10/2026, 9:32:42 AM
ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા સહિતની 8 બેઠક પર પક્ષના હાઈકમાન્ડની સૂચના બાદ દાવેદારી રજૂ કરી
પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના હાઈકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ આ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ 8 બેઠકોમાં નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા, જૂની ધરી, ધાણિત્રા અને કાકણપુરનો સમાવેશ થાય છે. પક્ષ તરફથી નામો નક્કી થયા બાદ, તમામ ઉમેદવારોએ ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી.
Read Original Article →