ગોધરાના વિદ્યાર્થીએ નેશનલ વૂડબોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો:ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના ઓમ રાઠવાએ શાળાનું ગૌરવ વધાર્યું

Gujarat5/20/2026, 9:25:08 AM
ગોધરાના વિદ્યાર્થીએ નેશનલ વૂડબોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો:ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના ઓમ રાઠવાએ શાળાનું ગૌરવ વધાર્યું
ગોધરાની ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓમ જગદીશકુમાર રાઠવાએ નેશનલ વૂડબોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી શાળા અને સમગ્ર ગોધરા પંથકમાં ગૌરવની લાગણી છવાઈ છે. ઓમ રાઠવા હાલ ધોરણ-૭માં અભ્યાસ કરતો હતો અને હવે ધોરણ-8માં પ્રવેશ મેળવશે. તે શ્રી શરદશાહ શૈક્ષણિક સંકુલમાં આવેલ ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છે. આ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ બદલ શાળા પરિસરમાં ઓમ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ મુકેશકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →