ગોધરા-શહેરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:9 ઉમેદવારી ફોર્મ ભરાયા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ગોધરા અને શહેરામાં વિવિધ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત મળીને કુલ 9 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ગોધરામાં આજે સૌથી વધુ 6 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. અહીં કુલ 6 ઉમેદવારોએ અપક્ષ તરીકે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. આ ઉમેદવારોમાં વોર્ડ નંબર 6માંથી ઈદરીસભાઈ દરગાહી, વોર્ડ નંબર 8માંથી ફેમીદાબેન વલીવાંકા, વોર્ડ નંબર 9માંથી યાકુબભાઈ બક્કર, શરીફાબેન બક્કર અને સારાબેન મન્સૂરી, તેમજ વોર્ડ નંબર 10માંથી દત્તેશકુમાર પુરોહિતનો સમાવેશ થાય છે. શહેરા નગરપાલિકામાં સત્તાધારી પક્ષનો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ તરફથી 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 1માંથી હિંમતભાઈ પગી અને હસિલાબેન બારીયાએ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત, શહેરા તાલુકા પંચાયતની બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા 1 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. દલવાડા તાલુકા પંચાયત વોર્ડ નંબર 7 માટે વિક્રમભાઈ પગી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.
Read Original Article →