ગોધરા RPFએ ટ્રેન મુસાફરોને ઠંડુ પાણી આપ્યું:કાળઝાળ ગરમીમાં મુસાફરોને મેંગો જ્યુસનું વિતરણ કરી રાહત આપી

Gujarat5/19/2026, 12:34:05 PM
ગોધરા RPFએ ટ્રેન મુસાફરોને ઠંડુ પાણી આપ્યું:કાળઝાળ ગરમીમાં મુસાફરોને મેંગો જ્યુસનું વિતરણ કરી રાહત આપી
ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ટ્રેનના મુસાફરો માટે ઠંડા પાણી અને મેંગો જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું. કાળઝાળ ગરમી વચ્ચે લાંબી મુસાફરી કરી રહેલા હજારો મુસાફરોને આનાથી રાહત મળી હતી. RPF જવાનોએ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી રહેલા લોકોને લક્ષ્ય બનાવ્યા હતા. તેમણે ટ્રેનના ડબ્બા સુધી જઈને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ મુસાફરોને પીવાના પાણીની બોટલો અને મેંગો જ્યુસનું વિતરણ કર્યું હતું. આ અણધારી રાહત મળતા મુસાફરોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઠંડુ પાણી અને જ્યુસ મળતા મુસાફરોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક મુસાફરોએ જણાવ્યું કે પોલીસનો આ માનવતાવાદી અભિગમ પ્રશંસનીય છે. તેમણે RPFની આ સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી. સામાન્ય રીતે પોલીસની કડક છબી પ્રચલિત હોય છે, ત્યારે ગોધરા RPF દ્વારા કરવામાં આવેલું આ કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે માનવતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Read Original Article →