પંચમહાલ SOG એ રાયોટીંગના બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓ ગોધરામાંથી પકડાયા
પંચમહાલ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ગોધરામાં રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી ફરાર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી રાયોટીંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. રેન્જ આઈજી વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના હેઠળ, SOG પીઆઈ એમ.એ. વાઘેલાના માર્ગદર્શનમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહસીન મહંમદયુસુફ કાલું (રહે. વચલા ઓઢા, મુસ્લિમ સોસાયટી-એ, વેજલપુર રોડ, ગોધરા) અને ફરદીન અલ્તાફ ઝબા (રહે. ઈશાક મસ્જિદની પાછળ, સિંગલ ફળીયા, ગોધરા) નો સમાવેશ થાય છે. મોહસીનને મુસ્લિમ એ સોસાયટી વિસ્તારમાંથી અને ફરદીનને મેડ સર્કલ પાસેથી પકડવામાં આવ્યો હતો. હાલમાં, બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.
Read Original Article →