ગોધરા પોલીસે દાહોદના વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પ્રોહિબિશન ગુનામાં ઘણા સમયથી ફરાર હતો, નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ

Gujarat4/11/2026, 2:43:30 PM
ગોધરા પોલીસે દાહોદના વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પ્રોહિબિશન ગુનામાં ઘણા સમયથી ફરાર હતો, નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ
પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકા પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ નામના આ આરોપીને પોલીસે તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ (ઉં.વ. ૩૦) છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. ગોધરા રેન્જ આઈ.જી. વિધી ચૌધરી અને પંચમહાલ એસ.પી. ડૉ. હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશ અંતર્ગત, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.વાય. પટેલ અને પી.એસ.આઈ. એન.પી. સેલોતની ટીમ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝાલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ હાલ તેના નિવાસસ્થાન ઓરવાડા, બલુપુરા ખાતે હાજર છે. બાતમીના આધારે, પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે.
Read Original Article →