ગોધરામાં પોલીસ અધિક્ષકે રક્તદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો:થેલેસેમિયા પીડિત બાળકો માટે પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું
ગોધરા તાલુકા પોલીસમથક વિસ્તારમાં થેલેસેમિયા અને સિકલસેલથી પીડિત બાળકોને મદદરૂપ થવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર પંચમહાલ જિલ્લા પોલીસ, સાર્થક સેવા ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે શિબિરનું નેતૃત્વ કર્યું હતું અને સ્વયં રક્તદાન કરીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે તાલુકા પીઆઇ એ. વાય. પટેલે પણ રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં પોલીસ સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો અને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોવાથી આવા કેમ્પો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. ગોધરા સ્થિત સાર્થક સેવા ફાઉન્ડેશન હાલમાં આશરે 184 થેલેસેમિયા અને સિકલ સેલના બાળકોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડી રહ્યું છે. આ રક્તદાન શિબિર દ્વારા એકત્રિત થયેલું રક્ત આ બાળકોના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.
Read Original Article →