ગોધરા PDC બેન્ક ખાતે ગૌરવ વંદના સમારોહ યોજાયો:જિલ્લા-પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરાયું
ગોધરા PDC બેન્ક ખાતે "ગૌરવ વંદના સન્માન સમારોહ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવીને આવેલા નવનિયુક્ત જનપ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને શાલ અને સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કરાયું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંગઠન અને ટીમમાં સામેલ થયેલા નવા સાથીઓનું પણ મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
Read Original Article →