પંચમહાલમાં કોંગ્રેસ 41 બેઠકો પર ઉમેદવારો ઉતારશે:ગોધરા જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે રણનીતિ જાહેર

Gujarat4/9/2026, 3:11:05 PM
પંચમહાલમાં કોંગ્રેસ 41 બેઠકો પર ઉમેદવારો ઉતારશે:ગોધરા જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે રણનીતિ જાહેર
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગોધરા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. પક્ષે કુલ 41 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ 41 બેઠકોમાં ગોધરા તાલુકા પંચાયતની 32 બેઠકો અને જિલ્લા પંચાયતની ગોધરા હસ્તકની 9 બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ આ તમામ બેઠકો પર પોતાના પ્રતિનિધિઓને મેદાનમાં ઉતારશે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના મોવડી મંડળની હાજરીમાં તમામ સંભવિત ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તૈયાર કરાયેલા આ તમામ ઉમેદવારી પત્રો આવતીકાલે વિધિવત રીતે ચૂંટણી અધિકારી (RO) સમક્ષ રજૂ કરવામાં આવશે.
Read Original Article →