ગોધરાના મોહમ્મદી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યા:મીડિયા અહેવાલ બાદ નગરપાલિકાએ કામગીરી શરૂ કરી

Gujarat5/27/2026, 5:23:14 PM
ગોધરાના મોહમ્મદી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યા:મીડિયા અહેવાલ બાદ નગરપાલિકાએ કામગીરી શરૂ કરી
ગોધરાના મોહમ્મદી મહોલ્લામાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવવાની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ નગરપાલિકા હરકતમાં આવી છે. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાયમી ઉકેલ માટે કામગીરી શરૂ કરી છે.ગોધરાના વોર્ડ નંબર 7 માં આવેલા મોહમ્મદી મહોલ્લાના રહીશો છેલ્લા બે વર્ષથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા આઠ દિવસથી નળમાં સીધું ગટરનું પાણી આવી રહ્યું હતું, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી.આ મામલે સ્થાનિકોએ અગાઉ અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં રોષ વ્યાપ્યો હતો. ત્યારબાદ, 25 મેના રોજ આ મુદ્દે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.મીડિયા અહેવાલ પ્રસારિત થતાં જ નગરપાલિકાની ટીમ સક્રિય થઈ હતી. ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ખોદકામ સહિત લીકેજ શોધવાની કામગીરી હાથ ધરી છે, જેથી આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવી શકાય.
Read Original Article →